SSC હવાલદાર ભરતી ૨૦૨૫: શારીરિક કસોટી માટે વધારાનું પરિણામ જાહેર, વધુ ૫૪૨ ઉમેદવારો શોર્ટલિસ્ટ
સ્ટાફ સિલેક્શન કમિશને હવાલદાર પદ માટે PET/PST શારીરિક કસોટીનું વધારાનું પરિણામ જાહેર કર્યું છે, જેમાં CATના આદેશ બાદ વધુ ૫૪૨ ઉમેદવારો શોર્ટલિસ્ટ થયા છે.

સ્ટાફ સિલેક્શન કમિશને (SSC) મલ્ટી ટાસ્કિંગ (નોન-ટેકનિકલ) સ્ટાફ અને હવાલદાર (CBIC અને CBN) પરીક્ષા ૨૦૨૫ અંતર્ગત હવાલદાર પદ માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષાનું વધારાનું પરિણામ ૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ જાહેર કર્યું છે. આ પરિણામ હેઠળ વધુ ૫૪૨ ઉમેદવારોને ફિઝિકલ એન્ડ્યુરન્સ ટેસ્ટ (PET) અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
એસએસસીએ અગાઉ ૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ કમ્પ્યુટર આધારિત પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. તે સમયે હવાલદાર પદ માટે PET અને PST આપવા માટે કુલ ૮,૦૭૧ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરાયા હતા. તે પરિણામ વખતે ગેરરીતિની શંકાના આધારે ૭૨૭ ઉમેદવારોના પરિણામ અટકાવી દેવાયા હતા.
ટ્રિબ્યુનલના આદેશ બાદ વધારાનું પરિણામ જાહેર
કેટલાક ઉમેદવારોએ આ મામલે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT-PB) સમક્ષ દાદ માંગી હતી. ટ્રિબ્યુનલ તરફથી મળેલી આંશિક રાહતના આધારે કમિશને અટકાવેલા ૭૨૭ ઉમેદવારોના પરિણામ પર આગળની પ્રક્રિયા કરવાનો નિર્ણય લીધો હતો.
આ ૭૨૭ ઉમેદવારોમાંથી ૫૪૨ ઉમેદવારો હવાલદાર પદની શારીરિક કસોટી (PET/PST) માટે ક્વોલિફાય થયા છે. જોકે, શંકાસ્પદ પ્રવૃત્તિ કે ગેરરીતિના કારણે આ તમામ ૫૪૨ ઉમેદવારોની ઉમેદવારી હાલ અનામત (Withheld) રાખવામાં આવી છે.
૧૫ ઉમેદવારોના પરિણામ સીલબંધ કવરમાં
૫૪૨ ઉમેદવારો ઉપરાંત આ ૭૨૭ ઉમેદવારોમાંથી અન્ય ૧૫ ઉમેદવારો પણ PET/PST માટે શોર્ટલિસ્ટ થયા છે. પરંતુ પોલીસ તપાસ પેન્ડિંગ હોવાથી આ ૧૫ ઉમેદવારોના પરિણામ સીલબંધ કવરમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમના રોલ નંબર આ મુજબ છે:
- 525270003112
- 525270004198
- 525270004738
- 525270005702
- 525270007221
- 525270007899
- 525270008072
- 525270008265
- 525270008275
- 525270008280
- 525270008299
- 525270008311
- 525270018335
- 525270019620
- 525270043303
કમિશને સ્પષ્ટ કર્યું છે કે ૩ ઓગસ્ટ ૨૦૨૬ના પરિણામ પત્રકમાં દર્શાવેલી અન્ય તમામ શરતો યથાવત રહેશે. ઉમેદવારો આ અંગેનો સત્તાવાર પરિણામ પત્રક વેબસાઇટ પર જોઈ શકે છે.



