સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

2 ઑક્ટોબર

નોકરી

GPSC ભૂસ્તરશાસ્ત્રી ભરતી: સામાન્ય ઉમેદવારોએ Self-Declaration ઓનલાઇન ભરવાની ફરજિયાત સૂચના

તા. ૦૪/૧૦/૨૦૨૬ના રોજ યોજાનાર પ્રાથમિક પરીક્ષા (સામાન્ય વિષય) સામે એક કરતાં વધુ જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલા ઉમેદવારોએ તા. ૦૪/૧૦/૨૦૨૬ના રોજ રાત્રે ૨૩:૫૯ સુધીમાં ઓનલાઇન Self-Declaration ભરવાનું રહેશે.

ચિત્રાત્મક રજૂઆત: GPSC સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલો ઉમેદવાર
ચિત્ર: AI

ગુજરાત જાહેર સેવા આયોગે (GPSC) ભૂસ્તરશાસ્ત્રી (Geologist), Class-1, Industries and Minesની ભરતીની જાહેરાત નં. ૨૫/૨૦૨૬-૨૭ની પ્રાથમિક પરીક્ષાના સામાન્ય ઉમેદવારો માટે મહત્વની સૂચના જાહેર કરી છે. સૂચના મુજબ, જે ઉમેદવારોએ એક કરતાં વધુ જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલી હોય તેમણે ફરજિયાત ઓનલાઇન Self-Declaration ભરવાનું રહેશે.

કોને Self-Declaration ભરવાનું રહેશે?

તા. ૦૪/૧૦/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦થી ૦૧:૦૦ દરમિયાન જે જાહેરાતોની પ્રાથમિક પરીક્ષા (સામાન્ય વિષય) એક સાથે યોજાનાર છે, તેમાં એક કરતાં વધુ જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલા ઉમેદવારોએ Self-Declaration ઓનલાઇન ભરવાનું રહેશે. જે ઉમેદવારે માત્ર એક જ જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલી હોય તેણે Self-Declaration ભરવાનું રહેશે નહીં.

આ જાહેરાતોની પ્રાથમિક પરીક્ષા એક સાથે યોજાવાની હોવાથી, વધુ જાહેરાતોમાં ઉમેદવારી નોંધાવેલા ઉમેદવારોએ ફક્ત એક જ જાહેરાતના પ્રવેશપત્ર પરથી પરીક્ષા (સામાન્ય વિષય) આપવાની રહેશે. તે જાહેરાતમાં મેળવેલ ગુણ બીજી જાહેરાતોમાં પણ ધ્યાને લેવામાં આવશે.

Self-Declaration ક્યારે સુધીમાં ભરવું?

ઉમેદવારે આ Self-Declaration તા. ૨૪/૦૯/૨૦૨૬ના રોજ બપોરે ૧૭:૦૦થી તા. ૦૪/૧૦/૨૦૨૬ના રોજ રાત્રે ૨૩:૫૯ સુધીમાં ભરવાનું રહેશે. ચૂક થયેથી તેની સંપૂણ જવાબદારી ઉમેદવારની રહેશે.

કેવી રીતે ભરવું?

  • https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટના Home Page પર “Self-Declaration” Menuમાં જઈ “Online Self-Declaration For Common Application” પર ક્લિક કરવું.
  • ત્યારબાદ સામાન્ય જાહેરાતનો CONFIRMATION NUMBER, BIRTH DATE અને CAPTCHA ની વિગતો નાખી “OK” બટન પર ક્લિક કરી Self-Declaration ભરી શકાય છે.
  • Self-Declaration ભર્યા બાદ જે સ્ક્રીન દેખાય તે Screen Shot કે PDF ફાઇલમાં Save કરવાનું રહેશે. જ્યારે આયોગ પાસે તેની માંગણી થાય ત્યારે રજૂ કરવાનું રહેશે.

ઓફલાઇન Self-Declarationની વિગતો સ્વીકારવામાં આવશે નહીં.

લર્નિંગ/વળતર સમય મેળવવા માંગતા ઉમેદવારો માટે

જે જાહેરાતમાં પરીક્ષા આપવા બેસવાના હોય એ જ જાહેરાત માટે જ લર્નિંગ/વળતર સમયની અરજી કરવાની રહેશે. તે માટે તા. ૩૦/૦૯/૨૦૨૬ રાત્રે ૨૩:૫૯ સુધીમાં https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/INSCRIE-CS.pdf પરની સૂચનાનો અભ્યાસ કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

વધુ માહિતી માટે આયોગની અધિકૃત સૂચના જુઓ.