૨૧ સપ્ટેમ્બરથી હાઈકોર્ટમાં જસ્ટિસ નિખિલ કરિયેલ સિંગલ બેસશે
૨૧/૦૯/૨૦૨૬થી ડિવિઝન બેન્ચનું કામ પૂરું થયા પછી, સાંજે ૫:૦૦ વાગ્યે, તેમની બેન્ચ નોટિફાય થયેલી ફાઈલો લેશે. હાઈકોર્ટમાં કામ કરાવનારા વકીલો માટે અગત્યની વાત.

ગુજરાત હાઈકોર્ટે ૧૮/૦૯/૨૦૨૬ના રોજ નોટિસ કાઢીને જણાવ્યું છે કે ૨૧/૦૯/૨૦૨૬થી માનનીય જસ્ટિસ નિખિલ એસ. કરિયેલ સિંગલ બેસશે. ડિવિઝન બેન્ચનું કામકાજ પૂરું થયા પછી, એટલે સાંજે ૫:૦૦ વાગ્યે, તેમને નોટિફાય થયેલી ફાઈલોની સુનવણી કરવાની રહેશે.
આ નોટિસ HCG-01/2026 નંબરે કાઢવામાં આવી છે અને તેમાં રજિસ્ટ્રાર (જ્યુડિશિયલ)ના ઓર્ડરથી સહી છે. હાઈકોર્ટમાં કેસ કરાવનારા વકીલો અને કારભારીઓએ એ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે કે કરિયેલ સાહેબની સિંગલ બેન્ચની સુનવણી બપોર પછી સાંજે ૫:૦૦ વાગે શરૂ થાય છે, દિવસ દરમિયાન નહીં.
નોટિસની વિગત અહીં મળી જશે: ગુજરાત હાઈકોર્ટની નોટિસ



