ગાંધીધામમાં રૂ. 2,300 કરોડના E-મેથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ, 3,500થી વધુને નોકરીની અપેક્ષા
કાંડલાના દિનદયાળ પોર્ટ અને આસામ પેટ્રો-કેમિકલ્સના જંટ વેન્ચરમાં બનનારા પ્લાન્ટમાં રોજ 150 ટન ગ્રીન ફ્યુઅલ બનશે. પ્રોજેક્ટ શરૂ થતાં 3,500થી વધુ નોકરીઓ ઊભી થવાની અપેક્ષા છે.

કચ્છમાં મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો છે. શનિવાર, 26 સપ્ટેમ્બર 2026ના રોજ ગાંધીધામના DPA એક્ઝિબિશન ગ્રાઉન્ડ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વ શર્માએ 150 TPD E-મેથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. કેન્દ્રીય બંદર, વહાણવટા અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા.
કોણ બનાવશે આ પ્લાન્ટ?
આ પ્લાન્ટ દિનદયાળ પોર્ટ ઓથોરિટી, કાંડલા અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના જંટ વેન્ચર તરીકે બનશે. કાંડલામાં 150 ટન પ્રતિ દિવસ પ્રમાણે સાફ ગ્રીન ફ્યુઅલ બનશે. પ્રોજેક્ટ પર આશરે રૂ. 2,300 કરોડનો ખર્ચ આવશે.
3,500થી વધુને નોકરી
પ્રોજેક્ટ શરૂ થયા પછી સીધી કે પરોક્ષ રીતે 3,500થી વધુ નોકરીઓ ઊભી થશે. સ્થાનિક યુવાનો, એન્જિનિયરો અને ટેકનિકલ કામદારો સાથે લોજિસ્ટિક્સ, પરિવહન અને સપ્લાય ચેઇન સાથે જોડાયેલા વેપારીઓ અને કામદારોને પણ કામની તક મળશે.
વહાણો માટે ગ્રીન ફ્યુઅલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે કાંડલામાં ગ્રીન મેથેનોલનું ઉત્પાદન અને બંકરિંગની સુવિધા ઊભી થવાથી વહાણોને સાફ સૌથી સરસ મરીન ફ્યુઅલ મળવા લાગશે. દેશનો મોટો ભાગનો વેપાર દરિયાના રસ્તે થાય છે, એટલે બંદરો અને વહાણવટાના કાર્બન ઉત્સર્જનમાં ઘટાદ કરવો પણ જરૂરી છે. તેમણે ઉમેર્યું કે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ દિનદયાળ પોર્ટને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, અને આ E-મેથેનોલ પ્રોજેક્ટ એ ઇકોસિસ્ટમની અગત્યની કડી બનશે.
આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વ શર્માએ કહ્યું કે આ પ્રોજેક્ટ આગળ જતાં વધુ વિસ્તરશે અને દેશના કે વિદેશનાં વહાણો માટે જરૂરી ફ્યુઅલને ગ્રીન મેથેનોલમાં ફેરવવામાં મદદ કરશે.
એ દિવસે કોણ-કોણ હાજર હતું?
કાર્યક્રમમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા, રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુન, ગાંધીધામ-કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, મેયર દિવ્યાબેન નથાણી, ધારાસભ્યો અનિરુદ્ધભાઈ દવે, વીરેન્દ્રસિંહ જાડેજા, માલતી મહેશ્વરી, કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયા સહિત સત્તાધીશો, બંદર વહીવટના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા.



