ભાવનગર મહાનગરપાલિકામાં ઘરવેરાના વાંધા-અરજી માટે તા. ૩૦/૦૯/૨૦૨૬ સુધી સમય વધ્યો
ઘરવેરાના વોડ નં. ૦૬ (નવાપરા-તખતેશ્વર) માં આકરણી સામે વાંધા-અરજી માટે તા. ૩૦/૦૯/૨૦૨૬ સુધી સમય મળશે. અરજી મહાનગરપાલિકાની ચોથા માળે આવેલા એપેલેટ વિભાગમાં કરવાની રહેશે.

ભાવનગર મહાનગરપાલિકાએ ઘરવેરાના વોડ નં. ૦૬ (નવાપરા-તખતેશ્વર) માં આવેલી મિલકતોના ધારકો માટે વાંધા-અરજી કરવાની તારીખ વધારીને તા. ૩૦/૦૯/૨૦૨૬ સુધી કરી છે.
પહેલાં એસેસમેન્ટ વિભાગે ૧૦-૦૭-૨૦૨૬ની જાહેર નોટિસથી વાંધા-અરજી માટે તા. ૩૧-૦૮-૨૦૨૬ સુધીની સમયમર્યાદા આપેલી હતી. જી.પી.એમ.સી. એક્ટની કલમ ૨૧ મુજબ કરેલ આ આકારણી સામે જે ધારકોને વાંધો હોય, તેઓએ હવે તા. ૩૦/૦૯/૨૦૨૬ સુધીમાં અરજી કરી શકશે.
વાંધા-અરજી ક્યાં કરવી?
મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે સંબંધિત મિલકત ધારકોએ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના ચોથા માળે આવેલા એપેલેટ વિભાગના ઓફિસરનો સંપર્ક કરી, નિયત નમૂનામાં વાંધા-અરજી કરવાની રહેશે.
ફોર્મ બાકી હોય તો એસેસમેન્ટ વિભાગમાં સંપર્ક કરો
આ વોડમાં મોટા પ્લોટ કે બંધ મિલકત સંકુલની જે મિલકતોના ધારકોને હજી આકરણીની નોટિસ કે સર્વે ફોર્મ મળ્યું નથી, તેઓએ એસેસમેન્ટ વિભાગનો સંપર્ક કરવાનો રહેશે.
મહાનગરપાલિકાએ ચોખ્ખું કહ્યું છે કે સમયમર્યાદા પછી આવતી કોઈપણ વાંધા-અરજી સ્વીકારવામાં નહીં આવે, એટલે ધારકોએ તા. ૩૦/૦૯/૨૦૨૬ પહેલાં જ અરજી કરી દેવી જોઈએ.



