GPSC: મેનજર (MIS) ભરતીનું ઇન્ટરવ્યૂ ૩-૧૦-૨૦૨૬ના રોજ ગાંધીનગરમાં
ગુજરાત જાહેર સેવા આયોગે જા. ક્ર. ૧૦૩ અને ૧૦૪/૨૦૨૫-૨૬ની સંયુક્ત રૂબરૂ મુલાકાતનું વિગતવાર પ્રોગ્રામ જાહેર કર્યું છે. પાત્ર ઉમેદવારોના રોલ નંબર અને ઇન્ટરવ્યૂમાં લાવવાના પ્રમાણપત્રો અહીં જુઓ.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ મેનજર (MIS - Management Information System), વર્ગ-૧ (જા. ક્ર. ૧૦૩/૨૦૨૫-૨૬) અને નાયબ મેનજર (MIS), વર્ગ-૨ (જા. ક્ર. ૧૦૪/૨૦૨૫-૨૬) ની સંયુક્ત રૂબરૂ મુલાકાત (ઇન્ટરવ્યૂ)નું વિગતવાર પ્રોગ્રામ જાહેર કર્યું છે. ઇન્ટરવ્યૂ તા. ૦૩/૧૦/૨૦૨૬ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે ગાંધીનગરના આયોગ ભવન ખાતે રાખ્યું છે.
બંને જાહેરાત માટે એક જ ઇન્ટરવ્યૂ
બંને જાહેરાતોની ભાગ-૧ સામાન્ય અભ્યાસક્રમની પ્રાથમિક કસોટી તા. ૧૦/૦૫/૨૦૨૬ના રોજ અને ભાગ-૨ સંબંધિત વિષયની પ્રાથમિક કસોટી તા. ૨૮/૦૩/૨૦૨૬ના રોજ સંયુક્ત રીતે યોજાઈ હતી. કોમન ઉમેદવારોના ગુણ બંને જાહેરાત માટે ગણાય તેમ હોવાથી, આયોગે રૂબરૂ મુલાકાત પણ સંયુક્ત રાખવાનું નક્કી કર્યું છે. આમ જે ઉમેદવાર બંને જાહેરાતમાં હોય, તેને એક જ ઇન્ટરવ્યૂમાં ભાગ લેવાનો રહેશે.
રોલ નંબર પ્રમાણે ઇન્ટરવ્યૂની તારીખ અને સમય
આયોગના પ્રોગ્રામ મુજબ તા. ૦૩/૧૦/૨૦૨૬ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે આ રોલ નંબરના ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ છે:
| ક્રમ | જા.ક્ર. ૧૦૩/૨૦૨૫-૨૬ રોલ નં. | જા.ક્ર. ૧૦૪/૨૦૨૫-૨૬ રોલ નં. |
|---|---|---|
| ૧ | 101000080 | 101000489 |
| ૨ | 101000138 | 101000295 |
| ૩ | 101000277 | 101000448 |
| ૪ | 101000281 | 101000437 |
| ૫ | 101000306 | 101000540 |
| ૬ | 101000415 | 101000140 |
| ૭ | 101000468 | 101000506 |
| ૮ | 101000544 | 101000298 |
| ૯ | 101000606 | 101000149 |
| ૧૦ | 101000619 | 101000414 |
ઇન્ટરવ્યૂમાં શું લઈ જવાનું
પાત્ર ઉમેદવારે બંને જા.ક્ર. ૧૦૩/૨૦૨૫-૨૬ અને જા.ક્ર. ૧૦૪/૨૦૨૫-૨૬ માટે ઓનલાઈન કન્ફર્મ કરેલા અરજીપત્રકની બે નકલ અને બંને જાહેરાત માટે લાગુ પડતા બીજા પ્રમાણપત્રોની બે નકલ સાથે લઈ જવાની રહેશે. ઇન્ટરવ્યૂ માટે સવારે ૦૯:૩૦ કલાક સુધીમાં આયોગ ભવન, ગાંધીનગર ખાતે હાજર રહેવાનું રહેશે.
OPT-OUT ની પ્રક્રિયા પણ થશે
એક કરતાં વધુ જગ્યાએ પસંદગી મળે તેમ હોવા છતાં ઘણા ઉમેદવારો OPT-OUTનો વિકલ્પ પસંદ કરતા નથી, જેના કારણે જગ્યા ખાલી રહે છે. એ જગ્યાઓ ન રહે અને બીજા પાત્ર ઉમેદવારોને રોજગારીની તક મળી રહે તે માટે આયોગે બંને ભરતીમાં આયોગ ખાતે રૂબરૂ OPT-OUTની પ્રક્રિયા કરવાનું નક્કી કર્યું છે.
ઇન્ટરવ્યૂ પૂરું થતાં બંને જાહેરાત માટે "The Provisional list of Candidates to be considered for OPT-OUT Procedure" પ્રસિદ્ધ કરવામાં આવશે, જે મુજબ ઉમેદવારોએ OPT-OUT પ્રક્રિયામાં હાજર થવાનું રહેશે. તે અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછી આવશે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ બંને ભરતીનું આખરી પરિણામ પ્રસિદ્ધ થશે.



