સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

6 ઑક્ટોબર

સૌરાષ્ટ્ર

ગુજરાત હાઇકોર્ટ: વકીલોને હવે વોટ્સએપ પર મળશે દૈનિક કોઝ લિસ્ટ, નંબર અપડેટ કરવા હાઇકોર્ટની નોટિસ

ગુજરાત હાઇકોર્ટે વકીલો માટે ઓટોમેટેડ વોટ્સએપ મેસેજિંગ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ રોજની કોઝ લિસ્ટ સીધી વોટ્સએપ પર મેળવવા વકીલોએ પોતાનો નંબર ઇમેઇલ દ્વારા નોંધાવવો પડશે.

ચિત્રાત્મક રજૂઆત: ગુજરાત હાઇકોર્ટ અને સ્માર્ટફોન પર વોટ્સએપ મેસેજિંગ સેવા
ચિત્ર: AI

ગુજરાત હાઇકોર્ટ વકીલો માટે ઓટોમેટેડ વોટ્સએપ મેસેજિંગ સેવા શરૂ કરવા જઈ રહી છે. કાર્યકારી ચીફ જસ્ટિસના આદેશથી શરૂ થઈ રહેલી આ સેવામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ વકીલોને તેમના કેસોની દૈનિક કોઝ લિસ્ટ (Daily Cause-List) સીધી વોટ્સએપ પર મળશે.

હાઇકોર્ટે આ અંગે પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે જે વકીલોના વોટ્સએપ નંબર હાઇકોર્ટમાં નોંધાયેલા નથી, તેઓ પોતાના એક્ટિવ વોટ્સએપ નંબરની નોંધણી કરાવી લે અથવા વિગતો અપડેટ કરી લે, જેથી રોજની કોઝ લિસ્ટ અને આગામી ઇ-સેવાઓ સીધી તેમના મોબાઈલ પર મળતી રહે.

નંબર અપડેટ કરવાની પદ્ધતિ

જે વકીલોએ પોતાનો વોટ્સએપ નંબર નોંધાવવાનો કે બદલવાનો હોય, તેમણે સનદની સ્કેન કોપી જોડીને ઇમેઇલ કરવાનો રહેશે:

ઇમેઇલમાં નીચે મુજબની વિગતો લખીને મોકલવાની રહેશે:

  • વકીલનું પૂરું નામ (Advocate Name)
  • એડવોકેટ કોડ (Advocate Code)
  • ઇમેઇલ આઇડી (Email ID)
  • નવો મોબાઇલ નંબર (New Mobile number)
  • બાર કાઉન્સિલ એનરોલમેન્ટ નંબર (Bar Council enrolment No.: G/____/)
  • સાથે સનદની સ્કેન કોપી (Copy of Sanad) જોડવી ફરજિયાત છે.

આ અંગે વધુ માહિતી ગુજરાત હાઇકોર્ટની સત્તાવાર નોટિસમાં જોઈ શકાય છે.