સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

2 ઑક્ટોબર

રિઝલ્ટ

GSSSB જાહેરાત 272/202425: દિવ્યાંગ ભરતીની મુખ્ય પરીક્ષા પછી લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેર

દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશમાં 6 ઉમેદવારો કામચલાઉ રીતે લાયક ઠર્યા. લાયક ઠરેલા ઉમેદવારોની અરજી ચકાસણી તા. 01/10/2026ના રોજ છે.

ચિત્રાત્મક રજૂઆત: પરીક્ષા ભવનમાં ઉમેદવાર જવાબવહી લખી રહ્યો છે
ચિત્ર: AI

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે (GSSSB) જાહેરાત ક્રમાંક 272/202425 હેઠળ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશની મુખ્ય પરીક્ષા આપનારા ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેર કરી છે. આ ભરતી હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ), અધિક્ષક વર્ગ-3, પેટા હિસાબનીશ, સબ ઓડીટર, વિભાગીય હિસાબનીશ વર્ગ-3 તથા મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ-3 સંવર્ગની છે.

મંડળે જણાવ્યું છે કે મુખ્ય પરીક્ષમાં હાજર રહેલા ઉમેદવારો પૈકી પેપર-1 અને પેપર-2માં પ્રત્યેક પેપરમાં લઘુતમ લાયકી ગુણ (40%) મેળવનારા 6 ઉમેદવારોની કામચલાઉ યાદી Appendix-Aમાં મૂકવામાં આવી છે. બંને પેપરમાં લઘુતમ લાયકી ગુણ મેળવવામાં અસફળ રહેલા 32 ઉમેદવારોની યાદી Appendix-Bમાં છે.

અરજી ચકાસણી ક્યારે?

Appendix-Aની યાદીના ઉમેદવારોને અરજી ચકાસણી (Document Scrutiny) માટે કામચલાઉ રીતે લાયક ગણવામાં આવ્યા છે. આ અરજી ચકાસણી કાર્યક્રમનું આયોજન તા. 01/10/2026ના રોજ કરવામાં આવેલ છે. તેની સૂચનાઓ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે, એટલે લાયક ઠરેલા ઉમેદવારોએ મંડળની વેબસાઈટ જોતાં રહેવાનું કહ્યું છે.

આ યાદી કામચલાઉ છે. અરજી ચકાસણી પછી જ છેલ્લી યાદી નક્કી થશે. પોતાનું નામ અને માર્ક્સ ચેક કરવા નીચે આપેલી ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરી લેવી.